અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો.સારવાર લેવા આવેલા દર્દી અને તેના પરિવારજનોએ ડોક્ટર પર હુમલો કર્યો.હોસ્પિટલમાં સારવાર કરી શકે તેવા સર્જન હાજર ન હોવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો હતો.જે મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી.


દરિયાપુર વિસ્તારમાં બની ઘટના

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ લોખંડવાલા હોસ્પિટલના આ સીસીટીવીને ધ્યાનથી જુઓ જેમાં સારવાર લેવા આવેલા ઇજાગ્રસ્ત યુવકે તેના સહ આરોપીઓ સાથે મળી હાજર ડોકટર સફવાન બાદી પર હુમલો કર્યો હતો હુમલામાં સ્પષ્ટ દેખાય છે કે, હોસ્પિટલમાં સર્જન હાજર ન હોય ઇજાગ્રસ્ત અને અન્ય હોસ્પિટલ લઈ જવાનું કહેતા, તિક્ષ્ણ હથિયાર વડે ડોક્ટર ને ઇજા પહોંચાડવામાં આવી હતી જેથી દરિયાપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે.

પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ

ડોક્ટર પર થયેલા હુમલા ની તપાસ કરતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેમાં મોહમ્મદ તુફેલ.. મોહમ્મદ મોઈન અને જોયેબ ખાનની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે ઝડપાયેલા આરોપીમાંથી જોયેબ ખાન ને હુમલામાં ઇજા થઈ હતી.. તેની સારવાર માટે અન્ય બે આરોપીઓ સાથે હોસ્પિટલ આવ્યો હતો. જોકે ડોક્ટરે અન્ય હોસ્પિટલમાં જવાનું કહેતા ગુસ્સે ભરાઈ ડોક્ટર સાથે ગાળા ગાળી કરી હુમલો કરવામાં આવ્યો હતો.

ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ

ડોક્ટર પર થયેલા હુમલાને લઈને પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ સવાલ એ છે કે, સામાન્ય કારણોસર શહેરમાં વધી રહેલા જીવલેણ હુમલા ક્યારેક ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે ત્યારે આવા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.


  • Follow us on: