- પોશીનાનો અનવર અબ્બાસ મેમણ 3 કિલો ગાંજા સાથે ઝડપાયો
- ગાડી સાથે 1.86 લાખનો મુદ્દામાલ દાંતા પોલીસે કબજે કર્યો
- ગાંજો કોને પાસેથી લઈ કોને આપવાનો હતો તેને લઈ કરાઈ તપાસ
દાંતા પોલીસ મથકના મદદનીશ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ કર્મચારીઓએ ગુરુવારની રાત્રીએ હાઇવે માર્ગ પર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.જ્યાં રતનપુર ત્રણ રસ્તા નજીક એક ઇકો ગાડીમાંથી ત્રણ કિલોગ્રામ ગાંજા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી,આરોપી સાબરકાંઠા જિલ્લાના પોશીના ખાતેથી ગાંજો લઈ બનાસકાંઠા પહોચ્યો હતો.રૂ 1 લાખ 86 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસને હતી બાતમી
વાહન ચેકિંગ દરમિયાન પોલીસને બાતમી હતી કે સાબરકાંઠાના પોશીના ગામેથી એક વ્યકિત ઈકો કારની અંદર 3 કિલો ગાંજો લઈ દાંતા તરફ આવી રહ્યો છે,ત્યારે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આ કારને ઉભી રાખી તપાસ કરી હતી,જેમાં પોલીસને ગાંજો હાથે લાગ્યો હતો,પોલીસે આરોપીની પૂછપરછ કરી પણ વધુ જવાબ આપી શકયો ન હતો.હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને નાર્કોટિકસ એકટ મુજબ ગુનો નોંધ્યો છે,તો પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે,ગાંજો કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેને લઈ વધુ માહિતી સામે આવી શકે છે.
એક અઠવાડિયા પહેલા ઝડપાયો કોસબામાં ગાંજો
કોસંબા પોલીસ નશીલા પદાર્થના વેપલાને ડામવાના પ્રયાસમાં મોટી સફળતા મળી છે. કોસંબા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી જનપથ હોટેલ પાછળ આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાં એક થ્રિ વહીલ ટેમ્પોમાંથી 500 કિલોથી વધુના ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.આ ટેમ્પો અહીં બિનવારસી મળી આવ્યો હતો. પોલીસે 51 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.