મોરબીમાં લાંચિયો કોન્સ્ટેબલ રૂપિયા 2,35,000ની લાંચ લેતા એસીબીના હાતે ઝડપાઈ ગયો છે, ખોટા દસ્તાવેજમાં પોલીસે નોટિસ આપી હતી અને તે નોટિસમાં ગુનો નહી નોંધવા માટે લાંચ માંગી હોવાની વાત સામે આવી છે.


આરોપી- હિતેષભાઇ સુખાભાઇ મકવાણા

ઉ.વ.૩૧, હોદ્દો: પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-૩, નગરદરવાજા ચોકી, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, મોરબી. રહે.મહાકાળી ચોક, મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી.

લાંચની માંગણીની રકમ: રૂ. ૨,૩૫,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂ. ૨,૩૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ. ૨,૩૫,૦૦૦/-

ટ્રેપનુ સ્થળ

દલવાડી ચાર રસ્તા મોરબી ખાતે આવેલ સુરેશ પાન પાર્લરની બાજુમાં આવેલ રોડ પર.

જાણો કેમ માંગી લાંચ

આ કામના ફરીયાદીએ તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ કરેલ. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી આવેલ. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા આ કામનાં આરોપીએ આ કામનાં ફરીયાદી પાસે રૂ.બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરેલ અને રકઝક્નાં અંતે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ આપવાનું નક્કી થયેલ.

ટ્રેપિંગ અધિકારી

એ.કે.ચૌહાણ, પો.ઇન્સ.

એ.સી.બી., ફીલ્ડ-૧, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

તથા એ.સી.બી. ટીમ


  • Follow us on: