અમદાવાદમા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે તેથી તેને લઈને યજમાને હરખથી તૈયોરીઓ શરૂ કરી દીધી છે. યજમાને એક કરોડનો મામેરા,ઘરેણાંનો વીમો લીધો છે.
યજમાને સોના ચાંદીના આભૂષણો સહિતની કરી તૈયારી
યજમાને મામેરાના ઘરેણાં,વસ્ત્રો,સહિતનો એક કરોડનો ઇન્સ્યોરન્સ લીધો છે. યજમાન પરિવારે સોના ચાંદીના આભૂષણો સહિતની તૈયારીઓ કરી છે.યજમાન પરિવાર સાથે સોસાયટીના રહીશો પણ ભગવાનમાં આગતા સ્વાગતા કરવા આતુર છે.
100 ઘરના સભ્યો ભેગા મળીને કરશે ભગવાનનું સામૈયુ
22 મેથી 24 મેં સુધી યજમાન પરિવારના ઘરે ભગવાનની પધરામણીની ઉજવણી કરવામાં આવશે. સાથે જ રાસ ગરબા,ડાયરો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું યજમાનના ઘરે આયોજન થયું છે.યજમાનના ઘરે મામેરાના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 100 ઘરના સભ્યો ભેગા મળીને 22મી મેએ ભગવાનનું સામૈયુ કરશે.
તમને જણાવી દઈએ કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો અખાત્રીજના દિવસથી શુભારંભ થયો હતો.અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી.અષાઢી બીજના દિવસે યોજાનારી આ રથયાત્રા માટેની તૈયારીઓ જોરશોરથી શરુ થઈ ગઈ છે.આ માટે અક્ષય તૃતિયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત રીતે સંપન્ન થઈ હતી.ચંદનનો ઉપયોગ થતો હોવાથી આ યાત્રા ચંદન યાત્રા કહેવાય છે.