• મોરબી જિલ્લાના પાટીદાર સમાજ દ્વારા યોજવામાં આવશે રેલી
  • બહેન દિકરીઓનું અપમાન પાટીદાર સમાજ નહી કરે સહન
  • સુરતની એક સભામાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓને લઈ આપ્યું હતુ નિવેદન

તાજેતરમાં કાજલ હિન્દિુસ્તાનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પાટીદાર સમાજ અને પાટીદાર સમાજની દીકરીઓ અંગે અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીને લઇને પાટીદાર સમાજ રોષે ભરાયો છે. આજે 30 માર્ચના રોજ મોરબીમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર સમાજ ઉપસ્થિત રહેશે.

રેલી યોજી આપશે આવેદનપત્ર

કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતની એક સભા પાટીદાર સમાજની દીકરીઓ, વાલીઓ, માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી. કાજલ હિન્દુસ્તાનીએ કરેલી અભદ્ર અશોભનીય કરેલા બફાટની વિરુદ્ધમાં સમગ્ર મોરબી જિલ્લાનો તમામ પાટીદાર સમાજ રોષે ભરાયો છે આજે 30 માર્ચના રોજ સવારે 10 વાગ્યે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અને કાજલબેન હિન્દુસ્તાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ કરી કલેક્ટર કચેરી પહોંચીને કલેકટરને આવેદન આપવામાં આવશે. મોટી સંખ્યામાં બાઇક અને કાર રેલી યોજવામાં આવશે.


શું બોલી હતી કાજલ હિન્દુસ્તાની

વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડયા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.

  • Follow us on: