• સરકારી યોજના અને સ્ક્રોલરશીપ આપવાના બહાને સંખ્યાબધ્ધ લોકો સાથે છેતરપિંડી
  • એનજીઓના સંચાલક વિરુધ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
  • સોચ ફાઉન્ડેશનના સંચાલકે 22 લાખની ઠગાઈ કરતા નોંધાઈ ફરિયાદ

સરકારી યોજનાઓ લોકો સુધી પહોચાડવાના બહાને કૌભાંડ આચરનાર સોચ ફાઉન્ડેશન એનજીઓના સંચાલક રાહુલ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાહુલ પરમારે સ્વસ્તિક ચાર રસ્તા પાસે સોચ ફાઉન્ડેશનની ઓફિસ ખોલી ગરીબો સાથે લાખો રુપિયાની છેતરપિંડી કરી હતી.જેમા આંગણવાડીથી ધોરણ 12 સુધીના વિધાર્થીઓને સ્ક્રોલરશીપ આપવાના બહાને 16 લાખની ઠગાઈ કરી હતી.

અલગ-અલગ રીતે આચરી છેતરપિંડી

કપાસિયા તેલ આપવાના બહાને 4000 બહેનો સાથે 6 લાખની છેતરપિંડી કરી હતી.એટલે કે અલગ અલગ બે પ્રોજેક્ટ હેઠળ કુલ 22 લાખની ઠગાઈ આચરી આરોપી રાહુલ પરમાર ફરાર થઈ ગયો છે.જેની વિરુધ્ધ અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.અલગ અલગ યોજનાના નામે લોકો સાથે ઠગાઈ કરનાર આરોપી ફરાર થઈ ગયા છે. જોકે આરોપીની ધરપકડ બાદ ઘણા નવા ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.


પોલીસે નથી ઝડપ્યો આરોપી

સોચ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય માણસો પાસેથી 200 અને 150 રુપિયા પડાવી નાની રકમની છેતરપિંડી કરી હતી.જેથી લોકો પોલીસ સુધી ન પહોંચે પરંતુ જ્યારે એક બાદ એક લોકોને આ કૌભાંડમા લાખો રુપિયાનું કૌભાંડ હોવાની હકીકત મળતા થોડા દિવસ પહેલા ઓફિસે હોબાળો પણ કર્યો હતો.જોકે પોલીસે આ કૌંભાડમાં ધીમી તપાસ કરી છે. અને કાર્યવાહી પણ મોડા કરી છે તે વાત હકીકત છે અને તે જ કારણે આરોપી ફરાર થવામાં સફળ થયો છે.

ઓફીસના માણસોને નથી ચૂકવ્યો પગાર

સોચ ફાઉન્ડેશનના સંચાલક રાહુલે ન માત્ર સામાન્ય અને ગરીબ લોકો પરંતુ તેની સાથે કામ કરનાર સ્ટાફને પણ છેલ્લા બે મહિનાથી પગાર નથી ચૂકવ્યો જેથી રાહુલ વિરુધ્ધ હજી બીજા ગુના નોંધાય તેવી શક્યતા છે. ત્યારે રાહુલની ધરપકડ બાદ શુ કાર્યવાહી થાય છે. અને શુ હકીકત સામે આવે છે, તે જોવુ રહ્યું.

 

  • Follow us on: