• નિકોલના વેપારીની લોન કરાવી 17 લાખની વધુ રકમની ઉચાપત

  • નરોડાના વેપારીને યુરિયા ખાતર આપવાનું કહીને રૂપિયા 37 લાખની ઠગાઈ આચરી
  • બંને કેસમાં કુલ 19 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

અમદાવાદમાં ફરી એક વખત છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરના નિકોલ વિસ્તારમાં વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે વેપારીએ આ અંગે છેતરપિંડી આચરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

વેપારીએ 15 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ

નિકોલના વેપારીને ધંધામાં પૈસાની જરૂર પડતા લોન લેવા માટેની પ્રોસેસ કરી હતી, વેપારીએ શહેરના સાબરમતી વિસ્તારની બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂપિયા 40 લાખની લોન માટે પ્રોસેસ કરી હતી, જે લોનને બેન્કે મંજૂર પણ કરી દીધી હતી, વેપારીની લોન કરાવીને રૂપિયા 17 લાખથી વધુ રકમની ઉચાપત કરી ખાનગી વ્યક્તિઓ અને બેન્કના અધિકારીઓએ ઠગાઈ આચરી હતી, જો કે વ્યાજદર વધુ હોવાના કારણે વેપારીએ લોન લેવા માટે ઈન્કાર કરી દીધો હતો. ત્યારે હાલમાં વેપારીએ 15 લોકો સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

યુરિયા ખાતર આપવાનું કહી નરોડામાં વેપારી પાસેથી 37 લાખ ખંખેર્યા

આ સાથે જ શહેરમાં અન્ય એક ઠગાઈ આચરનાર સામે પણ ફરિયાદ નોંધાઈ છે. યુરિયા ખાતર આપવાનું કહીને ઠગાઈ આચરવામાં આવી છે. ત્યાર હાલમાં યુરિયા આપવાનું કહી પૈસા મેળવી ઠગાઈ આચરનારા સામે ફરિયાદ દાખલ થઈ છે. નરોડામાં નારાયણ ઓર્ગેનિક પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટરે ફરિયાદ નોંધાવી છે. ટેક્નિકલ ગ્રેડ યુરિયાના સેમ્પલો બતાવીને ઠગાઈ આચરનારે વિશ્વાસમાં લીધા હતા અને ખાતર દુબઈ અને કોરિયાથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું.

રૂપિયા પરત માગ્યા તો ઠગબાજે જાનથી મારી નાખવાની આપી ધમકી

ત્યારે ઠગાઈ આચરનારે રૂપિયા 37 લાખ મેળવીને યુરિયા ખાતર ના આપીને લાખો રૂપિયાની છેતરપિંડી નારાયણ ઓર્ગેનિક પ્રાઈવેટ લિમિટેડ સાથે કરી છે. બીજી તરફ વેપારીએ ખાતર ના આપતા પોતાના રૂપિયા પરત માગ્યા તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ ઠગબાજે આપી, ત્યારે આ સમગ્ર મામલે ચાર લોકો સામે નરોડામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.


  • Follow us on: