- ભાવનગર-ઉધના વિશેષ ટ્રેનનું ટિકીટ બુકિંગ 2 ઓગસ્ટ 2024ના રોજ શરૂ કરાશે
- આ ટ્રેનમાં મુસાફરોને એસી કોચની સાથે સ્લીપર કોચની પણ મળી રહેશે સુવિધા
- ભાવનગરથી સુરત જતા મુસાફરોને મળી રેલવેની મોટી ભેટ
યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને ઉધના સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.ટ્રેન નંબર 09022/09021 ભાવનગર - ઉધના સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન મુસાફરો માટે લાભદાયી નિવડશે,હવે ભાવનગરથી ઉધના જતા મુસાફરો ટ્રેન મારફતે ઉધના પહોંચી શકશે.
6 ઓગસ્ટથી શરૂ થશે ટ્રેન
ટ્રેન નંબર 09022 ભાવનગર –ઉધના સાપ્તાહિક સ્પેશિયલ 06 ઓગસ્ટ, 2024 થી 27 ઓગસ્ટ, 2024 સુધી દર મંગળવારે રાત્રે 7.00 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 07.10 કલાકે ઉધના સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 06, 13, 20 અને 27 ઓગસ્ટ, 2024ના રોજ દોડશે.ટ્રેન નંબર 09021 ઉધના - ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 05 ઓગસ્ટ, 2024 થી 26 ઓગસ્ટ, 2024 દરમિયાન દર સોમવારે રાત્રે 10.05 કલાકે ઉધના સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 05, 12, 19 અને 26 ઓગસ્ટ, 2024ના રોજ દોડશે.
આ જગ્યાએ ઉભી રહેશે ટ્રેન
આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા અને ભરૂચ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સ્લીપર, નોર્મલ ચેરકાર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચનો સમાવેશ થાય છે.ટ્રેન નંબર 09021 અને 09022 માટે ટિકિટ બુકિંગ 02.08.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
મુસાફરોની સુવિધામાં વધારો
તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે દોડે છે, જેનો સમયગાળો 26.07.2024નો હતો, તેને વધારીને 30.08.2024 કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 30 ઓગસ્ટ 2024 સુધી ચાલશે.ટ્રેન નંબર 09208 અને 09207 માટે ટિકિટ બુકિંગ 29.07.2024 (સોમવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
જાણો અન્ય કઈ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી દોડતી લાંબા અંતરની ટ્રેનોના સમયસર સંચાલન માટે ડિવિઝનની કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો. જેમાં ટ્રેન નં.૧૯૨૦૫ ભાવનગર-મહુવા દૈનિક એક્સપ્રેસનો ૧૭ જુલાઇ, ૨૦૨૪ થી, ઢસા સ્ટેશન પર આવવાનો સમય સવારે ૧૧.૩૦ને બદલે ૧૧.૪૪ કલાકનો રહેશે, તેવી જ રીતે મહુવા સ્ટેશન સુધીના તમામ સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરવામાં આવશે. ભાવનગરથી ઇંગોરાળા સ્ટેશન સુધી કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. ટ્રેન નં.૧૨૭૫૫ કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ ૧૮મી જુલાઈ, ૨૦૨૪થી સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર 5.30 કલાકને બદલે 5.15 કલાકે આવશે.