પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં એલિવેટેડ બુકિંગ ઓફિસને હટાવવા માટે 5મી લાઈન અને યાર્ડ લાઈનો પર શનિવાર, 31 મે 2025 ના રોજ 1:00 કલાકથી રવિવાર/સોમવારની મધ્યરાત્રી એટલે કે 1/2 જૂન, 2025 ના રોજ 01:00 કલાક સુધી 36 કલાકનો એક મેજર બ્લૉક લેવામાં આવશે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


શૉર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ/આંશિકરૂપે રદ થનારી ટ્રેનો 

01- 30 અને 31 મે, 2025 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે.આ ટ્રેન વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.

02-01 જૂન, 2025 ના રોજ બોરીવલીથી ઉપડનારી ટ્રેન નંબર 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડથી શોર્ટ ઓરિજિનેટ થશે. આ ટ્રેન બોરીવલી અને વસઈ રોડ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. યાત્રીઓને જણાવવામાં આવે છે કે કૃપા કરીને ઉપરોક્ત વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.

2 જૂનથી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં એક એરકન્ડિશન્ડ કોચની સુવિધા

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે વહીવટીતંત્રે આગામી 6 મહિના માટે ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19209/19210) માં એક થર્ડ એસી કોચની સુવિધા અસ્થાયી રૂપે પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.

ભાવનગર-ઓખા ટ્રેનમાં લગાવવામાં આવતા વધારાના કોચની વિગતો

1. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં 02.06.2025 થી 02.12.2025 સુધી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.

2. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં 03.06.2025 થી 03.12.2025 સુધી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.

 

  • Follow us on: