વડોદરામાં માંજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા સમસ્યાઓ પેદા થવાનું શરુ થયુ છે. જેમાં રોડ-રસ્તાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થયા છે. બે મહિના પહેલા જ બનાવેલા રોડ પર ગટર અને વરસાદના પાણી ફરી વળ્યા છે. આ પાણી સમસ્યાએ વાહન ચાલકોને હેરાન કર્યા છે. પાણી ભરાવાથી વાહન વ્યવ્હારમાં મુશ્કેલી સર્જાઇ રહી છે. પ્રથમ કમોસમી વરસાદમાં જ રોડ પર પાણી ભરાતા તંત્રની પોલ ખુલી ગઇ છે.
પાણી ભરાતા વાહનચાલકોને તકલીફ













