રાજ્યમાં ચોમાસાએ દસ્તક આપી છે. જેને લઇને હવામાન વિભાગે પણ આગાહી કરવાનું શરુ કર્યુ છે. આજે ગાજવીજ અને ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વરસાદી માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ અમુક સ્થળોએ ભારેથી હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
ચોમાસાનું આગમન
રાજ્યમાં અમુક સ્થળોએ હળવા વરસાદી ઝાંપટા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે.
IPL ફાઈનલમાં વરસાદનું વિઘ્ન ?
હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અહીં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વરસાદના કારણે ક્રિકેટ રસિકોમાં ઉદાસીનતા જોવા મળી શકે છે. કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આઇપીએલની ફાઇનલ મેચ યોજાવાની છે. જેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે. પરંતુ જો વરસાદ પડશે તો આ રંગમાં ભંગ પડી શકે છે.
વરસાદી માહોલ સર્જાતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો નહી કરવો પડે તે માટે તંત્રએ તકેદારીના તમામ પગલા લીધા છે. ગટર ભરાવવી, રસ્તામાં ભૂવા પડવા, પાણીનો ભરાવો થવો, રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકોને થતી મુશ્કેલીઓ વગેરેને પહોંચી વળવા માટે તંત્રે તમામ કાર્યવાહી કરી છે.