રાજકોટ શહેરમાં આજે ભયંકર ગરમી અને બફારાના વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. સાંજના સમયે આકાશમાં ઘનઘોર વાદળો છવાતા અંધારું છવાઈ ગયું હતું અને વીજળીના કડકા ભડકા સાથે વરસાદ તૂટી પડવાની સંભાવના વધી ગઈ. તો રાજકોટના ઘણા વિસ્તારોમાં વરસાદ આવ્ચો હતો. ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી ગયો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
રાજકોટમાં વરસાદ વરસ્યો













