કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે છે. અમેરિકા દ્વારા નાગરિકોને ડિપોર્ટ કરવા બાબતે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું. મનસુખ માંડવીયાએ કહ્યું કે દરેક દેશ પોતાની સ્ટ્રેટેજી અને કાયદા મુજબ ડિપોર્ટેશનની કાર્યવાહી કરે છે.


કેન્દ્રીય મંત્રની સ્પષ્ટતા

રાજકોટ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સ્થાનિક બાબતો અને આંતરરાષ્ટ્રી મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું. શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીએ ઘેડ પંથકથી લઈને અમેરિકાના ડિપોર્ટેશનને લઈને પ્રતિક્રિયા આપી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોઈપણ દેશ ગેરકાયદે પ્રવેશ સામે કાર્યવાહી કરે છે. દરેક દેશનો તે પોતાનો સોરિયન રાઈટ છે, આના માટે આપણે કોઈ વિશેષ કમેન્ટ ના કરી શકીએ.આપણે પણ ગેરકાયદે નાગરિકોને ડિપોર્ટ કરીએ છીએ.

ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા

નોંધનીય છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ ગેરકાયદે વસતા ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા હતા. અમેરિકાએ ત્રણ તબક્કામાં કૂલ 332 ભારતીયોને ડિપોર્ટ કર્યા જેમાં 74 ગુજરાતીઓ છે. દિલ્હી અને ગુજરાતમાં પણ આ મુદ્દે હોબાળો મચ્યો હતો. અમેરિકા દ્વારા ગેરકાયદે રહેતા નાગરિકોને ડિપોર્ટ કરવાનો મુદ્દો એટલા માટે વધુ ઉહાપોહ થયો કારણ કે તમામને ફલાઈટમાં બેડી પહેરાવી વતન પરત મોકલાયા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.વિપક્ષ દ્વારા આ મામલે સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભા બહાર કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

ઘેડ, ઓલિમ્પિક અને અમેરિકા ડિપોર્ટ મુદ્દે નિવેદન

કેન્દ્રીય મંત્રીની રાજકોટ મુલાકાત દરમિયાન અમેરિકા ડિપોર્ટ મુદ્દા ઉપરાંત સ્થાનિકોની સમસ્યાને લઈને પણ સવાલ પૂછાયો હતો. જેમાં તેમણે કહ્યું કે ઘેડના લોકોની સમસ્યા સંવેદનશીલ મુદ્દો છે રાજકીય મુદો નથી, અમારે જનપ્રતિનિધિત તરીકે જે કરવું હશે તે અમે અવશ્ય કરીશું જ. ઘેડના નાગરિકોના પડતર પ્રશ્નોને લઈને બજેટની અંદર 170 કરોડ રૂપિયા જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ 2036માં યોજાનાર ઓલિમ્પિકને લઈને પણ મહત્વની વાત કરી. મનસુખ માંડવીયાએ કહ્યું કે 2036માં થનાર ઓલિમ્પિક ભારતમાં રમાય તેને લઈને પ્રયાસો શરૂ કરી દેવાયા છે. ભારતે લેટર ઓફ ઇન્ટ્રેસ્ટને લઈને આંતરરાષ્ટ્રીષ્ય કાઉન્સિલ સામે રજૂઆત કરી છે. ભારતમાં ઓલિમ્પિકની સંભાવનાને લઈને માળખાગત ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

  • Follow us on: