ગુજરાતમાં એક બાદ એક નકલી વસ્તુઓનો દબદબો વધી રહ્યો છે. અત્યાર સુધી નકલી અધિકારીઓ, પોલીસ બનીને લોકોને લૂંટતા અનેક વ્યક્તિઓ ઝડપાયા છે. રાજકોટમાં બે નકલી પોલીસકર્મીઓ ઝડપાયા છે.
રાજકોટમાં પોલીસના નામે તોડ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા જ બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટેલમાં જઇ ક્રાઇમ બ્રાન્ચના નામે યુગલને અહીં શું આવ્યા છો કહીને 31 હજારનો તોડ કર્યો હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ હવે રાજકોટના થોરાળા વિસ્તારમાં નકલી પોલીસે તોડ ફરિયાદીને ડરાવી 23 હજાર પડાવ્યા હોવાની માહિતી મળી રહી છે. પોલીસે બે નકલી પોલીસકર્મીઓની ધરપકડ કરી છે.
રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. જાણે સુરક્ષા વ્યવસ્થાને લઇ નકલી પોલીસ હવે અસલી પોલીસને પડકાર ફેંકતી હોય તેવું લાગી રહ્યું છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બનીને તોડ કરતા હોવાની ફરિયાદીએ પોલીસને માહિતી આપી હતી. ફરિયાદીના આધારે પોલીસે વોચ ગોઠવીને બન્ને આરોપીને પકડી પાડ્યા છે. આરોપી સલીમ પર અગાઉ 7 ફરિયાદ નોંધાયેલી છે. અન્ય સગીર આરોપી સામે 2 ગુના નોંધાયેલી છે.
શું હતી સમગ્ર ઘટના
ફરિયાદીને ભાવનગર રોડ પર કેમ તું ખોટા કામ કરવા આવ્યો છો તેવું કહીને આ નકલી પોલીસ રોફ જમાવીને તોડ કરતા હતા. ફરિયાદીને ડરાવીને નકલી પોલીસે 23 હજાર રૂપિયા પડાવ્યા હતા. આરોપી સલીમ ઉર્ફે જીગો ઠેબા વિરુદ્ધ અગાઉ પણ 7 ફરિયાદ નોંધાઇ છે, જ્યારે સગીર આરોપી સામે પણ ૨ ગુન્હા દાખલ થયેલા છે. થોરાળા પોલીસ દ્વારા બને આરોપી ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.