ગોંડલમાં ફરી રાજકારણમાં ગરમી પ્રવર્તી છે. દુષ્કર્મના આક્ષેપ બાદ રીબડાના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક વિધાનસભાની ચૂંટણી દરમિયાન જયરાજસિંહનો સમર્થક હતો. આ ઘટના બાદ જયરાજસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને મૃતકના પરિવાર સાથે મુલાકાત કરીને સાંત્વના આપી હતી. રીબડાના ગોવિંદ સગપરીયાએ અનિરૂદ્ધસિંહ જાડેજા સામે મૃતક યુવકને આપઘાત માટે મજબૂર કર્યાનો આક્ષેપ કર્યો હતો.


યુવક સામે અગાઉ એક સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો

રીબડાના અમિત ખુંટ નામના યુવક સામે અગાઉ એક સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. તેણે ઝાડ પર લટકીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને તપાસ દરમિયાન યુવકે આપઘાત પહેલા લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં યુવકે ઘરના સભ્યોના નામ અને નંબર લખ્યા છે અને તે કોઈને પણ હેરાન ના કરતા તેવો ઉલ્લેખ કર્યો છે.

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા

આ ઘટના બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. મૃતક યુવક તેમનો સમર્થક હતો. જયરાજસિંહે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી. બીજી તરફ રીબડાના ગોવિંદભાઈ સગપરીયાએ અનિરૂદ્ધસિંહ જાડેજા પર યુવકને આપઘાત માટે મજબૂર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમિત ખૂંટે અનિરૂદ્ધસિંહના ત્રાસથી આ પગલું ભર્યું છે. પોલીસે એફએસએલની ટીમ સાથે રાખીને ઘટનાસ્થળે તપાસ શરુ કરી દીધી છે.


  • Follow us on: