તાજેતરમાં ગોંડલમાં પાટીદાર આગેવાનોએ પ્રવેશ કર્યો ત્યારે ગણેશ જાડેજાના સમર્થકોએ તેમનો ભારે વિરોધ કર્યો હતો. ત્યારબાદ અલ્પેશ કથીરિયાના કાફલા પર હુમલો થયો હતો. અલ્પેશ કથીરિયાએ આજે સુરતમા યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં નિવેદન આપતા કહ્યુ હતું કે, હવે ગોંડલમાં બે નંબરનું શું શું ચાલે છે તેના પુરવા આપીશું. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કોઈ ગોળી ખાઈ લે પણ માની સામે ગાળ કોઈ ના ખાય. હવે કાર્યકર્તાનો કોલર ના પકડી શકે તેવી તૈયારીઓ સાથે ગોંડલ જઈશું.


ગણેશ જાડેજાએ ફેંકેલા પડકાર પર કથીરિયાની પ્રતિક્રિયા

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથીરિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલ્પેશ કથીરિયાએ ફરી એકવાર ગોંડલની ચર્ચા કરી હતી. આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે વાત કરી હતી. ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જે પ્રકારે અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો.તેનો જવાબ ફરી અલ્પેશ કથીરિયાએ આપ્યો છે.કથીરિયાએ જાહેર મંચથી જણાવ્યું કે,સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેકે અને કોઈ ગાળો આપે તે કોઈ ન ખાય, ગોળી ખાઈ લે.ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે તેવી તૈયારી હશે.

ગોંડલમાં શું બેનંબરનું અને કેવી જોહૂકમી ચાલે છે તે પુરાવા સાથે આપીશું

અલ્પેશ કથીરિયાએ ગોંડલ જવા અંગે કહ્યું હતું કે, પાટીદાર સમાજના યુવક અને કોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો છે. જાટ સમાજના યુવકનું મૃત્યુ થયું છે. જેની તેના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ આ ઘટનાની તટસ્થ તપાસ કરતી નથી જેથી તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. તેમણે ઉમેર્યું હતું કે, આપણને એ વ્યક્તિ કે તેના પરિવાર સામે કોઈ વાંધો નથી. મને ઘણા લોકોએ પૂછ્યું હતું કે, ગોંડલમાં એવું તો શું છે કે આટલી જોહૂકમી ચાલે છે. હું દાવા સાથે કહું છું કે, આગામી દિવસોમાં ગોંડલમાં શું બેનંબરનું અને કેવી જોહૂકમી ચાલે છે તે પુરાવા સાથે આપીશું. 

  • Follow us on: