ગુજરાતમાં હાલ ભારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ભાવનગર, સુરત અને અમરેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યું છે. તો રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. જેના લીધે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ધોળીધાર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોળીધાર ગામમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં નદીમાં પૂર આવી જતા ખેડૂત અને બળદ ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી.
બળદગાડું પૂરમાં તણાયું













