રાજકોટમાં સોમવારે રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી. પડધરી તાલુકાના ઉકરડા-દહીસરડા રોડ પરથી પસાર થતી કાર પુલ પરથી નીચે ખાબકી હતી. કાર નીચે પડવાની ખબર પડતાં જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે ટીમ પહોંચી ગઈ હતી અને કારને પાણીમાંથી બહાર કાઢી હતી.


કારને પાણીમાંથી બહાર કાઢી

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા-દહીસરડા રોડ પર સોમવારે રાત્રે કાર પુલ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોકો ફાયર બ્રિગેડને આ ઘટના અંગે જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ કોલ મળતાંની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કારને પાણીમાંથી બહાર કાઢી હતી.

કાર ચાલક જામનગરનો વતની

કારના ચાલકને સ્થાનિક તંત્ર અને ગામ લોકોની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રથમ પડધરી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલક જામનગરનો વતની છે અને તેનું નામ કૌશિકભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું છે. પડધરી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારને પાણીમાંથી બહાર કાઢીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: