- વેજ બિરિયાનીના બદલે નોનવેજ ફૂડ ડિલીવર કરાયું
- મુંબઈ ઝાયકા નામની રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે કર્યો હતો ઓર્ડર
- ફરિયાદી ઝોમેટો સામે પોલીસ અને કોર્ટ કાર્યવાહી કરશે
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ફરી વિવાદમાં આવી છે. ગ્રાહકો વેજ ફૂડનો ઓર્ડર કર્યો હતો અને તેને નોન વેજ ફૂડ ડિલિવર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. રાજકોટનાં ગૌરવ સિંઘ નામના વ્યક્તિએ હૈદરાબાદી વેજ બિરિયાની અને વેજ કબાબ ઓર્ડર કર્યું હતું, તેની જગ્યાએ માંસ મટન વાળું નોનવેજ ફૂડ ડિલિવર કરાયું હોવાનો ફરિયાદીનો આરોપ છે. રેસકોર્સ નજીક આવેલા મુંબઈ ઝાયકા નામના રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરવામાં આવ્યો હતો.
યુવકે વિડીયો કર્યો વાયરલ
શાકાહારી ઓર્ડર કરેલા ફૂડમાં ઈન્સ્ટ્રક્શન બાદ પણ નોનવેજ ફૂડ ઓર્ડર કરવામાં આવ્યું હતુ. યુવક ઘરમાં બોક્સ ખોલતા જ ચોંકી ગયો હતો. તેના માનવામાં ન આવ્યું કે, આ નોનવેજ છે. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. સાથે જ ઝોમાટોમાં ફોન કર્યો હતો.

5 મે 2024ના રોજ અમદાવાદમાં બની આવી જ ઘટના
અમદાવાદની એક રેસ્ટોરન્ટમાંથી પનીર ટિક્કા સેન્ડવીચ ઓર્ડર કરવા પર નિરાલી પરમાર નામની યુવતીને ચિકન સેન્ડવીચ આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. નિરાલી પરમારે જ્યારે સેન્ડવીચ ખાધી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેને પનીર નહીં નોનવેજ સેન્ડવીચ આપવામાં આવી હતી. જે બાદ યુવતીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી.

11 એપ્રિલ 2024ના રોજ બની આવી ઘટના
અમદાવાદની એક જાણીતા કેફેમાં ઘોર બેદરકારી સામે આવી હતી. ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ હતુ. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી મોકા કાફેમાં ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડક કર્યું પણ કાફે દ્વારા નોનવેજ બર્ગર આપી દેવાયું હતુ.ગ્રાહકને જ્યારે આ બાબતે જાણ થઇ ત્યારે તેમણે કાફેમાં જાણ કરી પરંતુ, કાફેમાંથી એવું કહેવામાં આવ્યું કે જે છે એ બરાબર છે.તેવા મહિલા ગ્રાહકે આક્ષેપ કર્યા હતા.આ પછી, તેઓએ નોનવેજ બર્ગર અને ડસ્ટબિન પણ સંતાડી દીધું હોવાનું ગ્રાહકે આક્ષેપ કર્યા હતી. મહિલા ગ્રાહકે હોબાળો કર્યો અને AMCમાં ફરિયાદ કરી હતી.