રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતી યુવતીને મવડી સ્મશાનમાં રહેતા ભૂવાએ પ્રેમજાળમાં ફસાવી ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા હોવાનો આક્ષેપ યુવતીના પિતાએ લગાવ્યો છે. ગઈકાલે યુવતીએ ઝેરી દવા પી લીધાના આક્ષેપ સાથે ભૂવો તેને હોસ્પિટલ લઈને આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજતા તે પ્રેમી ભૂવો યુવતીની લાશને હોસ્પિટલમાં તરછોડી ભાગી ગયો હતો. યુવતીના પિતાએ કરેલા આક્ષેપના પગલે તાલુકા પોલીસે મૃતક યુવતીના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીના પિતાએ ભૂવા પર લગાવ્યા મોતના આક્ષેપો
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજોકેટના મવડી ગામે રહેતી કોમલબેન કેતનભાઈ સાગઠિયા નામની 26 વર્ાષની પરણિતા ગત તા 13 ના રોજ સાજે ત્રણ વાગ્યાના અસરસામાં પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. કોમલબેનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસંડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્તા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ કરી હત્યા
તપાસમાં મળતી માહિતા પ્રમાણે યુવતી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. કોમલ એક ભાઈ અને 3 બહેનોમાં વચ્ચેની હતી અને તેના પિતા રાજકોટના સોલિડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે. મૃતક કોમલબેનના પિતાએ આક્ષેપ કર્યો હતો કે કેતન સાગઠીયા મવડી સ્મશાનમાં આવેલા માતાજીના મંદીરમાં ભૂવા ગતી કરે છે અને કોમલ જ્યારે સબંધીના ઘરે લગ્નમાં ગઈ હતી ત્યારે તે ભૂવાના પરિચયમાં આવી હતી હતી. ભૂવા કેતન તેને પ્રેમજાળમાં ફસાવીને દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. આ અગાઉ 8 મહીના પહેલા પણ કેતને કોમલને ઝેરી દવા પિવડાવી હતી. કેતન અનેક યુવતીઓ સાથે સબંધ ધરાવે છે. તેની પત્નીએ પણ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.