- જાણીતા વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા સી-વીજીલ પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવી
- રાજકોટ શહેરમાં અલગ અલગ અંદાજે 100 હોર્ડિંગ લગાડવામાં આવ્યા
- અલગ અલગ હોલ્ડિંગ્સમાં મુદ્રણ અને પ્રકાશન લખવામાં આવ્યું નથી
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટ શહેરમાં 127 એ લોક પ્રતિનિધિ અધિનિયમ મુજબ સામાન્ય નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.આ તમામ ફરિયાદ રાજકીય પાર્ટીના બેનરોને લઈ કરવામાં આવી હતી.ફરિયાદ થતાની સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓ રેસકોર્સ પહોંચ્યા હતા અને અલગ અલગ પાંચ જેટલા હોડિંગ ઉતારવામાં આવ્યા હતા,આચાર સંહિતા વિભાગીય નોડલના અધિકારી રેસકોસ રીંગરોડ પર હોલ્ડિંગ સુધારવા પહોંચ્યા હતા.તો હોર્ડિંગ્સમાં ક્યાંય મુદ્રણ અને પ્રકાશનનો ઉપયોગ નથી.
અમદાવાદમાં પણ થઈ ફરિયાદ
જો ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ થતો હોય તો સામાન્ય નાગરિક પણ ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ પદ્ધતિ ખૂબ જ સરળ છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદમાં નાગરિકો દ્વારા થયેલી ફરિયાદમાં ચૂંટણી પંચને 782 ફરિયાદ મળી હતી જેમાંથી 662 ફરિયાદોનો નિયત સમાયમાં નિકાલ કરાયો છે,અલગ-અલગ પક્ષના ઉમેદવાર તેમજ નાગરિકો દ્વારા આ ફરિયાદ કરવામાં આવતી હોય છે.તો ચૂંટણીપંચ પણ ફરિયાદના આધારે પગલા ભરતી હોય છે.
જાણો કઈ એપથી થઈ શકે ચૂંટણીપંચમાં ફરિયાદ
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. આ સાથે હવે સમગ્ર દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કામને રોકવા માટે પંચે CVIGIL નામની એપ બનાવી છે. જો કોઈ વ્યક્તિ જુએ છે કે કોઈપણ ઉમેદવાર દ્વારા પૈસાની વહેંચણી કરવામાં આવી રહી છે અથવા આ પ્રકારનું કોઈ કામ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરી રહ્યું છે, તો આ એપ્લિકેશન દ્વારા તરત જ ફરિયાદ કરી શકાય છે. ટેક્સ્ટ મેસેજ દ્વારા ફરિયાદ કરી શકાય છે. માહિતી મળતાની સાથે જ ચૂંટણી પંચની ટીમ 100 મિનિટમાં લોકેશન ટ્રેસ કરશે અને જ્યાંથી ફરિયાદ કરવામાં આવી છે ત્યાં પહોંચી જશે.
શું કહ્યું હતુ પ્રેસકોન્ફરન્સમાં
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, જો કોઈ નેતા આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળે, તો તેનો ફોટો લો અને તેને cVIGIL એપ પર અપલોડ કરો. તમે અમારી મોબાઈલ એપ દ્વારા જાણી શકશો કે તમે ક્યાં ઉભા છો. અમે અમારી ટીમ મોકલીશું અને 100 મિનિટમાં ફરિયાદનું નિરાકરણ કરીશું. રાજીવ કુમારે વધુમાં કહ્યું કે, ચૂંટણીમાં હિંસા માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. જો આવું થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. દરેક જિલ્લામાં પાંચ નિયંત્રણ ફોર્મ બનાવવામાં આવ્યા છે જ્યાં વરિષ્ઠ અધિકારીઓ ટીવી, સોશિયલ મીડિયા, વેબ કાસ્ટિંગ, હેલ્પલાઇન નંબર, ફરિયાદ પોર્ટલ અને સીવીજીઆઈએલ દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન ચાલતી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે નોંધાઈ ચૂંટણીપંચમાં ફરિયાદ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસે આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ ભંગ બદલ તાત્કાલિક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડિયો પુરાવા સાથે ફરીયાદ કરી છે.કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો એક વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શંકર ચૌધરી લોકોને સંબોધન કરતાં જણાવે છે કે દાતા અને વાવ વિધાનસભામાં કોંગ્રેસને લીડની અપેક્ષા હશે પરંતુ કોંગ્રેસની કલ્પના કરતા મોદીને વધુ મત મળશે. હું આ બે વિધાનસભાની ભવિષ્યવાણી તમારી વચ્ચે કરી શકું છું. દાતા અને વાવ વિધાનસભામાં કોંગ્રેસે ન ધારેલી લીડ ભાજપને મળશે. મેં આ બંને વિધાનસભામાં કામ કર્યું છે તેથી વિધાનસભામાં ભાજપને લીડ જોઈ રહ્યો છું.