- માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યોઃ ધાનાણી
- નરેશ પટેલ અને ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક મળી
- ક્ષત્રિય સમાજના લોકોએ પરેશ ધાનાણીનું સ્વાગત કર્યું
રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પાટીદાર નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં પરેશ ધાનાણી સામે પરશોત્તમ રૂપાલાનો જંગ જામ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારો ખોડલધામ મંદિરમાં દર્શન કર્યા. આ દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેના સાથે જ રાજકીય ગતિવિધિઓ પર ચર્ચા શરૂ થઈ છે. જ્યારે પરેશ ધાનાણીએ માતાજીના દર્શન સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
આજે કોંગ્રેસના કોંગ્રેસના ઉમેદવારો ખોડલધામ મંદિરમાં દર્શન કર્યા છે. જેમાં પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મરે મંદિરમાં દર્શન કર્યા હતા. તેમ જે.વી.મારવીયા અને હીરાભાઇ જોટવાએ પણ દર્શન કર્યા છે. આ સાથે જ ખોડલધામના ટ્રસ્ટીએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જ્યાં નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી.














