રાજકોટના ગોંડલમાં હડકાયા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં ગોંડલમાં હડકાયા કૂતરાએ 10 લોકોને બચકા ભર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લોકોના ઘરમાં ઘૂસીને હડકાયા શ્વાને નાના બાળકો, મહિલા, વૃધ્ધોને બચકા ભર્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.


ગોંડલ શહેરમાં ફરી હડકાયા શ્વાન આંતક મચાવી રહ્યા છે.  શહેરના કાશી વિશ્વનાથ રોડ પર ખાનગી હોસ્પિટલ પાસે 10થી વધુ લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા છે. ગોંડલના વિવિધ વિસ્તારમાં નાના બાળકોથી લઈને મહિલા, વૃધ્ધો સહિતના લોકોને હડકાયા શ્વાને બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. હડકાયા શ્વાને લોકોના ઘરમાં ઘૂસીને બચકા ભરી આંતક મચાવ્યો હોવાની વિગતો મળી રહી છે.

શ્વાનના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને  ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં દિવસેને દિવસે વધતા જતા હડકાયા શ્વાન કરડવાના બનાવોને લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે છતા તંત્રના આંખ આડે કાન હોય તેમ મુકપ્રેક્ષક થઇને જોઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. હડકાયા શ્વાનને લઇ સ્થાનિકોમાં ફફડાટ છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, અમે હડકાયા શ્વાનને લઇ અનેકવાર તંત્રને રજૂઆત કરી પણ તંત્ર આળસ મળરડીને કાર્ય કરતી જ નથી. અનેક વાર આવા બનાવો બને છે પણ તંત્ર જવાબદાર સામે કુંભકર્ણની નિંદ્રામાં સુઇ રહી છે. વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

  • Follow us on: