• શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભગવાનના રથ નીજ મંદિર પરત પહોંચ્યા

  • અમદાવાદની 147મી રથયાત્રા પૂર્ણ થઈ
  • મંદિરમાં આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા હતા

અમદાવાદની 147મી રથયાત્રા પૂર્ણ થઈ છે. નગરચર્યા કરીને ભગવાન જગન્નાથ નીજ મંદિર પરત પહોંચ્યા છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભગવાનના રથ નીજ મંદિર પરત ફર્યા છે. મંદિરમાં આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા હતા. ભગવાન જગન્નાથના દર્શન કરવા અને રથયાત્રા જોવા માટે લોકો દુર-દુરથી આવી પહોંચ્યા છે.

ડીજે-ઢોલના નાદથી ગુંજી ઉઠી શેરીઓ

ભગવાનના સ્વાગત માટે લોકો ડીજે-ઢોલ અને નગારા વગાડી રહ્યા છે અને તેના નાદથી શહેરના તમામ રસ્તા, શેરીઓ અને પોળ ગુંજી ઉઠી છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે નગર અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળે છે. રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના નેતાઓએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા હતા.

CM ડેશ બોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું કર્યું નિરીક્ષણ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું છે. જેમાં CM ડેશ બોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું છે. તેમાં રથના લોકેશન, સુરક્ષા, સલામતીની જાણકારી મેળવી છે. મુખ્ય સચિવ રાજકુમાર, DGP વિકાસ સહાય હાજર રહ્યા.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનનો રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. તેમાં પહિંદવિધિ બાદ રથનું પ્રસ્થાન કરાવાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી છે.


  • Follow us on: