27 જુનના રોજ રથયાત્રા યોજવામાં આવશે. જેને લઇને અમદાવાદમાં તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ રથયાત્રા માટે ભગવાનનો શ્રૃંગાર, રથની તૈયારી વગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવશે. જેને લઇને ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. આ જળયાત્રા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત સંતો-મહંતો અને રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.
રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા













