અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજી 148મી રથયાત્રા માટે વિવિધ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીના પ્રસાદરૂપે અપાતા ઉપેરણા બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.


ઉપેરણા પ્રસાદરૂપે આપવાનું મહત્વ

સુપ્રસિદ્ધ જગન્નાથજીની અમદાવાદના મંદિરમાં તૈયારીઓનો આરંભ થઈ ગયો છે. ભગવાન જગન્નાથજીના પ્રસાદરૂપે અપાતા ઉપેરણા બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. દોઢ લાખ મીટરના કાપડથી ભક્તો માટે ઉપેરણા બનાવાય છે. પરંપરાગત ઉપેરણા જગન્નાથ મંદિરમાં બનાવવાનું કરાયુ શરૂ કરાયું છે. રથયાત્રામાં લાખો ભક્તોને ઉપેરણા પ્રસાદરૂપે આપવાનું છે તેનું અનોખુ મહત્વ રહેલું છે. ઉપેરણાંના પ્રસાદની પણ લોકકથા જોડાયેલી છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો અખાત્રીજના દિવસથી શુભારંભ કરવામાં આવ્યો હતો. અક્ષય તૃતિયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત કરવામાં આવી હતી. રથયાત્રામાં લાખો ભક્તોને ઉપેરણા પ્રસાદરૂપે આપવાનું છે તેનું અનોખુ મહત્વ રહેલું છે. ઉપેરણાંના પ્રસાદની પણ લોકકથા જોડાયેલી છે.


  • Follow us on: