બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર એસ.બી.આઇ.લાઇફ બોટાદ અને શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ દ્વારા લાઇફ મિત્ર/ઉત્કર્ષ મેનેજર અને સેલ્સ એક્ઝિક્યુટિવની જગ્યા માટે ભરતી મેળો યોજાશે.


18 થી 35 વર્ષ સુધીનાને મળી શકે નોકરી

૧૮થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ/૧૨ પાસ/ગ્રેજ્યુએટ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ,બોટાદ ખાતે તા.૩૦/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબસીકર તરીકે નોંધણી કરવાની રહેશે.

બેરોજગાર લોકો આ રીતે ઓનલાઈન અરજી કરી શકશે

નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.

  • Follow us on: