• વસ્ત્રાલમાં સિક્યોરિટી ગાર્ડ પર હુમલો

  • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
  • રામોલ પોલીસે તપાસ હાથ ધરી

વસ્ત્રાલમાં એક સિક્યુરીટી ગાર્ડને પ્રમાણિકતાથી કામ કરવાની સજા મળી છે. સોસાયટીમાં રીક્ષા ચાલકને પ્રવેશ કરતા અટકાવતા સિક્યોરીટી ગાર્ડ પર હુમલો કરાયો હતો. સિક્યોરીટી ગાર્ડએ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. રામોલ પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

આ ઘટનાની માહિતી પ્રમાણે વસ્ત્રાલના પ્રણામી બંગ્લોઝમાં સિક્યુરીટી ગાર્ડ પર રીક્ષા ચઢાવીને હત્યાનો પ્રયાસ કરાયો હતો. રામોલ પોલીસે આ મામલે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. ઘટનાની વાત કરીએ તો પ્રણામી બંગલોઝમાં રહેતા પ્રમોદભાઇ મહેશ્વરીના ઘરના સભ્યોને રેલવે સ્ટેશન જવાનું હોવાથી તેમણે એક એપ મારફતે ઓનલાઇન રીક્ષા બુક કરાવી હતી. રીક્ષા બુક કરાવ્યા બાદ ચાલક પેસેન્જરને લેવા આવ્યો હતો. જોકે નિયમ પ્રમાણે સિક્યોરિટી ગાર્ડે આ રીક્ષા ચાલકને રજીસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેતા મામલો બીચક્યો હતો. આ દરમિયાન ઓનલાઈન બુકીંગ કરનાર રીક્ષા કેન્સલ કરી દેતા ઉશ્કેરાઈ ગયેલા રીક્ષા ચાલકએ સિક્યુરીટી ગાર્ડ રીક્ષા ચઢાવીને હત્યાનો પ્રયાસ કર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રીક્ષાચાલક નરેશભાઈ મોદીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે.

આ ઘટનાને લઈને રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રીક્ષા ચાલક વિરૂદ્ધ હત્યાની કોશિષની ફરિયાદ કરી પોલીસે નોંધી છે. સિક્યુરીટી ગાર્ડ નરેશભાઇ મોદી કિંગ સિક્યોરીટી ફોર્સમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. નરેશભાઇ છેલ્લા એક વર્ષથી વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા પ્રણામી બંગ્લોઝમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જેમની નોકરીનો સમય સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીનો છે. રીક્ષા ચાલકે નરેશભાઇ પર હુમલો કરતા સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે લડી રહ્યા હતા. રામોલ પોલીસે રેપીડો એપ્લિકેશન માંથી રીક્ષા ચાલકની માહિતી મેળવી તપાસ શરૂ કરી.

વસ્ત્રાલની આ સોસાયટીમાં ધારાસભ્યનું નિવાસસ્થાન છે. આ સોસાયટીમાં આ પ્રકારે હત્યાના પ્રયાસની ઘટનાથી સોસાયટીના રહીશોમાં રોષ વધ્યો હતો. હાલમાં રામોલ પોલીસે CCTV ફુટેજના આધારે અને રીક્ષા ચાલકની માહિતી મેળવીને શોધખોળ શરૂ કરી છે.


  • Follow us on: