- પાલડીના મહાલક્ષ્મી ફલેટમાં હત્યા બાદ આપઘાતની ઘટના
- પુત્રએ માતાની હત્યા કરી ખુદ આપઘાત કર્યો
- પાલડી પોલીસે ઘટના સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી ફલેટમાં ગજબનો કિસ્સો બન્યો છે,જેમાં પહેલા પુત્રએ માતાની હત્યા કરી અને ત્યારબાદ પુત્રએ આપઘાત કર્યો છે,હાલ પાલડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.
પાલડી પોલીસે હાથધરી તપાસ
વહેલી સવારે પાલડી પોલીસ સ્ટેશનને એક મેસેજ મળ્યો હતો અને તે મેસેજ એવો હતો કે માતાની પુત્રએ હત્યા કરી અને ત્યારબાદ પુત્રએ આપઘાત કર્યો,આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે,ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ કરી તો કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી,હાલ પરિવારજનોના પોલીસે નિવેદન નોંધવાના શરૂ કર્યા છે.એફએસેલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.પરિવારજનોને પણ આ વાત જાણી ચૌંકી ઉઠયા છે.ઘરમાં માતા-પુત્ર બન્ને જ રહેતા હતા.

ગઈકાલે દ્રારકામાં પુત્રએ કરી પિતાની હત્યા
દ્વારકા તાબેના લાડવા ગામે તા. 4 ના રોજ રાત્રિના સમયે ખેતરમાં સુતેલા વૃધ્ધની બોથડ પદાર્થ વડે ઘાતકી હત્યા નિપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ મૃતકના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની ઘાતકી હત્યા નિપજાવ્યાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પીજીવીસીએલના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશીયન પુત્રની અટકાયત કરી લીધી છે.
અંકલેશ્વરમાં પણ બે દિવસ પહેલા પુત્રએ કરી માતાની હત્યા
અંકલેશ્વરમાં કળિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.જેમાં સગા જ દીકરાએ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના 27 વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી.બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં આવેશ આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો.