- પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા
- કોમર્શિયલ એકમોએ ફાયર ઓફિસરની કરવી પડશે ભરતી
- ખાનગી ફાયર ઓફિસરની ચેકિંગ, જાળવણીની જવાબદારી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેમાં પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા થઇ રહી છે. તેમાં કોમર્શિયલ એકમોએ ફાયર ઓફિસરની ભરતી કરવી પડશે. તથા વધુ ભીડ વાળા કોમર્શિયલ એકમોએ ભરતી કરવી પડશે. તેમાં ખાનગી ફાયર ઓફિસરની ચેકિંગ, જાળવણીની જવાબદારી રહેશે.
સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે વિચારણા
સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે વિચારણા કરવામાં આવી છે. આગની ઘટનામાં જવાબદારી ખાનગી ફાયર ઓફિસરની રહેશે. જેમાં મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, રેસ્ટરોરન્ટનો સમાવેશ કરવામાં આવશે. સિનેમાગૃહ, કોમ્યુનિટી હોલ સહિતના એકમો સાથે સરકારી તંત્રનું ખાનગી ફાયર ઓફિસર પર નિયંત્રણ રહેશે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રિવેંશન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા છે. તેમાં જ્યા વધુ ભીડ ભેગી થાય છે તેવા કોમર્શિયલ એકમોએ પ્રાઇવેટ ફાયર ઓફિસરની ભરતી કરવી પડશે.
ફાયરના સાધનો લગાવવાથી લઈને તેમાં ચેકીંગ અને જાળવણીની જવાબદારી રહેશે
આગ લાગવાની ઘટનામા જવાબદારી ફાયર ઓફિસરની રહેશે. સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, રેસ્ટરોરન્ટ, સિનેમાગૃહ,કોમ્યુનિટી હોલ સહિતના એકમોને આવરી લેવામાં આવશે. તેમજ નિમણૂક કરાયેલ ખાનગી ફાયર ઓફિસરની ફાયરના સાધનો લગાવવાથી લઈને તેમાં ચેકીંગ અને જાળવણીની જવાબદારી રહેશે. જો કે સરકારી તંત્રનું પણ ખાનગી ફાયર ઓફિસર અને જે તે એકમો પર નિયંત્રણ પણ રહેશે.