જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે જેમાં વાડી વિસ્તારમાં રાહદારી વૃદ્ધાને ઢોરે અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે, જેમાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી છે, તો સમગ્ર ઘટનાને લઈ કોર્પોરેશનને જાણ પણ કરવામાં આવી છે, મહત્વનું છે કે ઢોર અચાનક આવે છે અને શિંગડેથી વૃદ્ધાને ઉંચકીને નીચે પછાડે છે, એક યુવક દ્વારા વૃદ્ધાને ઉઠાવવામાં પણ આવે છે.


09 એપ્રિલ 2025ના રોજ જામનગરમાં રખડતા ઢોરના કારણે વૃદ્ધાનું મોત થયું

જામનગરમાં રખડતા ઢોરના આતંકથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો,જેમાં વૃદ્ધા રાત્રીના સમયે ગાયને રોટલી ખવડાવવા જાય છે અને તે દરમિયાન અચાનક ગાય તેના શિંગડાથી વૃધ્ધને ઉછાળીને નીચે પછાડે અને વૃદ્ધા ઉભા થઈ શકતા નથી બીજી તરફ આસપાસના સ્થાનિકો દોડી આવે છે અને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે,પરંતુ વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતુ.મહાનગરપાલિકાને જાણ હોવા છત્તા પણ રખડતા ઢોરને પકડવામા આવતા નથી તેવો આક્ષેપ સ્થાનિકોનો છે.

25 એપ્રિલ 2025ના રોજ જામનગરમાં અચાનક રોડ પર આખલો આવી જતા યુવકનું મોત થયું

જામનગરના સમાણા હાઈવે પર રોડ પર આખલો આવી જતા તેનું મોત થયું હોવાની વાત સામે આવી હતી,યુવક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેનું મોત થયું છે,યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતુ,જેમાં યુવાન હાઇવે પરથી પસાર થતા અચાનક રોડ પર આખલો આવી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 37 વર્ષના આનંદ સંતોકી નામના યુવાનને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તે મોતને ભેટયો હતો.

મોરબીમાં રખડતા ઢોરને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ રખડતા ઢોરની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 08222-220551 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતા ફરિયાદ લખાવી શકે છે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


  • Follow us on: