- ફરી એક વાર સુરત એરપોર્ટ પર બની બર્ડ હિટની ઘટના
- એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સાથે બર્ડ હિટ
- કોલકાતાની ફલાઈટ સાથે ટેકઓફ સમયે પક્ષી અથડાયું
સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યો છે. જેમાં ફરી એકવાર સુરત એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની છે. તેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સાથે બર્ડ હિટ થયુ છે. કોલકાતાની ફલાઈટ સાથે ટેકઓફ સમયે પક્ષી અથડાયું હતુ. તેમાં રન-વે પરથી ફ્લાઇટ પરત ફરી હતી. તેમાં બે કલાકના ઇન્સ્પેક્શન બાદ પ્લેનને ફરી ઉડવા દેવાયું હતુ.
ઝીંગા તળાવના કારણે પક્ષીઓની અવરજવર વધી છે
પક્ષી જ્યારે ટકરાયું ત્યારે પ્લેન રન-વે પરથી ટેકઓફ માટે દોડી રહ્યું હતું. જેમાં સમયસૂચકતા વાપરીને પાઇલોટે પ્લેનનું ટેકઓફ એબોર્ટ કર્યું હતુ. પ્લેન ફરીથી પાર્કિંગ બે તરફ લઇ લીધું હતું. એરપોર્ટની આસપાસમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ છે. ઝીંગા તળાવના કારણે પક્ષીઓની અવરજવર વધી છે. અગાઉ પણ સુરત એરપોર્ટ પર ફ્લાઈટનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેમાં રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે ફ્લાઈટ અથડાઈ હતી. શારજાહથી આવેલી ફ્લાઈટમાં 160 મુસાફરો સવાર હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.
અગાઉ સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી હતી
અગાઉ સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી હતી. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 160 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ હતી. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ હતી. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા હતા. શારજાહથી આવતી ફ્લાઇટ લેન્ડ થયા બાદ રન-વેથી એપ્રેન તરફ જઈ રહી હતી. આ જ સમયે ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઇડ પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.