સુરતના પુણામાં 6 બાળમજૂરોને મુક્ત કરાયા છે, પુણા પોલીસને બાતમી મળી હતી કે સીતારામ સોસાયટીમાં બાળકો મજૂરી અર્થે રાજસ્થાનથી આવ્યા છે અને તે વાતને ધ્યાને લઈ પોલીસે દરોડા કર્યા હતા અને 6 બાળકો ઘરમાંથી મળી આવ્યા હતા, બાળકોને મજૂરી કરવા માટે રાજસ્થાનથી સુરત લાવ્યા હતા અને પોલીસે કામગીરી કરી હતી.
પુણા પોલીસની શી ટીમે બાળકોને કરાવ્યા મુકત
હેઠળ શી ટીમના ઇન્ચાર્જ વુ.પ્રો.પો.સ.ઈ. એન.ડી.વેકરીયા નાઓ તથા ટીમ સાથે પુણાગામ સિતારામ સોસાયટીમા બાળ મજુરી લગત પ્રવુતિ ચાલે છે કે નહી? તે અનુસંધાને પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સાથેના અ.પો.કો. તરૂણભાઇ જીતુભાઇ બ.નં.-૨૬૫૯ નાઓને અંગત બાતમીના મળેલ કે, ઘર નં-એબી/૩૧૬ તથા બી/૩૧૪ સીતારામ સોસાયટી પુણાગામ સુરત શહેર ખાતે (૧) દિલીપસિંગ વરદીસિંગ રાજપુત ઉ.વ.-૪૨ ધંધો-જોબવર્ક રહે-નં-એબી/૩૧૬ સીતારામ સોસાયટી પાછળ પુણાગામ સુરત શહેર મુ.વ.-વરદા તા-થાના-કુંભલગઢ જી-રાજસંમદ (રાજસ્થાન) તથા (૨) સુરેસિંગ નાથુસિંગ ખરવડ ઉ.વ.૨૪ ધંધો-જોબવર્ક રહે-ઘરનં-બી/૩૧૪ સિતારામ સોસાયટી પુણાગામ સુરત શહેર મુળવતન ગામ-ગાબડી કી ભાગલ કાકરવા તે.કુંભલગઢ થાના-કેલવાડા જી-રાજસમંદ રાજસ્થાન નાનો ખાતાઓ ઉપર બાળશ્રમિકોને મજુરી કરાવડાવી તેઓનુ શોષણ કરતા હોવાની માહિતી મળતા સદર જગ્યાએ રેઇડ કરી કુલ ૬ (છ) માળકોને માળમજુરીની ચુંગાલ માંથી પુણા પોલીસ સ્ટેશનના “શી” ટીમના અધિકારી/કર્મચારીઓએ મુક્ત કરાવેલ છે.
રાજસ્થાનથી મજૂરી માટે સુરત આવ્યા હતા બાળકો
સુરતના પુણા પો.સ્ટેમાં પાર્ટ-બી-ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૬૨૫૦૪૮૨/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ-૨૦૨૩ની કલમ-૧૪૬ તથા બાળ અને તરૂણ (પ્રતિંબંધીત) કાયદો સને-૧૯૮૬ ની કલમ-૩ અને ૧૪(૧) તથા જુવેનાઇલ જસ્ટીસ (કેર એંડ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન) એક્ટ-૨૦૧૫ ની કલમ-૭૯ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.