સુરતના ઉધનામાં બાઈક સાથે મોપેડ અથડાવાની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં મોપેડ સવાર શખ્સે બાઈક ચાલક આધેડને ચપ્પુ ના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ વેસુમાં ફરી એક અકસ્માતની ઘટના બની છે. કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના વેસુમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. લોકોએ કાર ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

રિક્ષા ડિવાઈડરની એંગલ સાથે અથડાઈ

વેસુમાં બેફામ પણે રોંગ સાઈડમાં આવી રહેલા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. જેથી રિક્ષા ડિવાઈડરની એંગલ સાથે અથડાઈ હતી. તેમાં બેઠેલા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. રિક્ષામાં બેઠેલા પેસેન્જરોએ કહ્યું હતું કે કાર ચાલક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો અને તેણે રિક્ષાને ટક્કર મારી હતી. લોકોએ કાર ચાલકને પકડીને બરાબર મેથીપાક ચખાડ્યો હતો. ત્યાર બાદ તેને પોલીસના હવાલે કર્યો હતો.


  • Follow us on: