સુરતના પાંડેસરામાં 58 વર્ષીય વિશ્વનાથ પ્રસાદે બાળકેન ચોકલેટ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાની વાત સામે આવી છે,શિક્ષિકાના પતિએ બાળકને ચોકલેટ આપી અને આ કૃત્ય કર્યુ હતુ,તો સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હોવાની વાત સામે આવી છે,ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
પાંડેસરામાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
સુરતના પાંડેસરામાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે,શિક્ષકના ઘરે બાળક ટયુશન માટે જતો હતો તે દરમિયાન શિક્ષિકાના પતિએ એકલતાનો લાભ લઈને આ કૃત્ય આચર્યુ હતુ,માતા પિતાએ પાંડેસરા પોલીસમાં નોંધાવી પોલીસ ફરિયાદ અને પોલીસે 58 વર્ષીય વિશ્વનાથ પ્રસાદની ધરપકડ કરી છે,બાળક ઘરે આવીને રડવા લાગ્યો અને માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી અને પોલીસે તપાસ કરી તો સત્યતા સામે આવી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં 11 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
સુરતમાં 11 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાની વાત સામે આવી છે.કિશોરને અસહ્ય દુઃખાવો થતા માતા પિતાને વાત કરી હતી અને બાળકને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બાળકના અલગ-અલગ રીપોર્ટ પણ કાઢવામાં આવ્યા છે,પાંડેસરા સંતોષ નગર રહેતા બિશ્વનાથ ચુનીલાલ પ્રસાદ (ઉવ.58)ની પત્ની ઘરે જ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ધોરણ 4માં અભ્યાસ કરતો 10 વર્ષનો બાળક શિક્ષિકાના ઘરે ટયુશન માટે જતો હતો. તા. 24મી એપ્રિલના રોજ સવારે 7.30 વાગ્યાના અરસામાં બાળક શિક્ષિકાના ઘરે જઇ રમતો હતો દરમિયાનમાં શિક્ષિકાના પતિ બિશ્વનાથની દાનત બગડી હતી.