• સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

  • રોકડ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
  • આ શખ્શો લોખંડના સળિયા અને પાટાઓની ચોરી કરતા

સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ઓલપાડના કીમામલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે, જેમાંથી લોખંડના સળિયા અને પાટાઓની ચોરી કરતા હતા. 18 MMના 46 નંગ, 32MMના 23 નંગ સળિયા તેમજ 20 નંગ લોખંડની પ્લેટ પોલીસે કબ્જે કરી છે, સાથે જ પોલીસે ચાર બાઈક, મોબાઈલ તેમજ રોકડ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

8 શખ્શોની રાત્રી દરમ્યાન ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ

કોસંબા પોલીસે 8 શખ્શોની રાત્રી દરમ્યાન ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ શખ્શો ઓલપાડના કીમામલી ગામે પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે તેમાંથી લોખંડના સળિયા અને પાટાઓની ચોરી કરતા હતા. આ સમગ્ર મામલે કોસંબા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.


  • Follow us on: