ગુજરાતમાં લાંચિયા પોલીસ અધિકારીને એસીબીએ ઝડપી પાડ્યા છે. સુરતમા કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઈ અને એએસઆઈને 63 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. એસીબીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પીએસઆઈએ 63 હજારની લાંચ માંગી

ફરિયાદી વિરૂદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી મામલે અરજી થઈ હતી. આ અરજીની તપાસ પીએસઆઈ એમ.એ.રબારી કરતા હતાં. જ્યારે ASI નવનીત જેઠવા તેમના રાઈટર હતાં. આ બંને જણા ફરિયાદીને બાકીના રૂપિયા આપી દેવા માટે વારંવાર દબાણ કરતા હતાં. જે બાકીના રૂપિયા આપવાના હતાં તેમાંથી ઓછુ કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના નીકળતા 63 હજાર પીએસઆઈએ પોતાને આપી દેવા કહીને લાંચ માગી હતી.

વચેટિયાને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો

ફરિયાદી લાંચ આપવા માંગતા નહીં હોવાથી ફરિયાદીએ વડોદરા એસીબી ફિલ્ડમાં સપર્ક કરીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ કાપોદ્રા પોલીસ સ્ટેશન હિરાબાગ પોલીસ ચોકીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન એએસઆઈ નવનીત જેઠવાએ પીએસઆઈ વતી લાંચની માગણી કરી હતી. જે ખાનગી વ્યક્તિ માનસિંહ રામભાઇ સિસોદિયાને આપી દેવા જણાવ્યું હતું. આ લાંચની 63 હજારની રકમ સ્વીકારતાં આરોપી પકડાઈ ગયો હતો. એસીબીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: