સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગયેલી શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપી શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલાઈ હતી. હવે શિક્ષિકાના ગર્ભમાં રહેલા બાળક મુદ્દે પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ છે.
વડોદરાની હોટેલમાં પંચનામું કરવામાં આવ્યું













