સુરતમાં શાળાઓ પર તંત્રનો સંકજો. વહીવટીતંત્ર વિવિધ બાબતો પર કડક વલણ અપનાવ્યું છે. ફાયર સેફ્ટીના અભાવે સ્કૂલો સામે માન્યતા રદ અને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત સિટી અને ગ્રામ્યની શાળાઓને DEOની સૂચના બાદ શહેરની અનેક શાળાઓમાં સુરક્ષા મામલે અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. શાળાઓના ચેકિંગ દરમ્યાન સુરક્ષા મામલે બેદરકારી બદલ કેટલીક શાળાઓને ફાયર NOCને માન્યતા રદ કરવા અને દંડ ફટાકરવામાં આવ્યો.


પખવાડિયામાં ફાયર NOC મેળવવા આપ્યું અલ્ટીમેટમ 

રાજ્યમાં વધતા આગના બનાવોને લઈને હવે સુરતની શાળાઓમાં ફાયર સેફટીને લઈને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. DEOની સૂચના બાદ શહેરની અને ગ્રામ્ય સ્તરે અનેક સરકારી અને ખાનગી શાળાઓમાં ફાયર સેફટીના સાધનો છે કે નહી તેને લઈને તપાસ કરાઈ હતી. શહેરમાં અંદાજે કુલ 1800થી વધુ શાળાઓ છે. શહેરની કેટલીક શાળાઓ ફાયર સેફટીના સાધનો ના હોવાનું સામે આવતા કુલ 68 સ્કૂલોને રૂ. 10-10 હજારનો દંડ ફટકરવામાં આવ્યો. પલસાણા તાલુકાની 19, માંગરોળની 12 સ્કૂલ, કામરેજની 10, ચોર્યાસી, માંડવીની 2-2 સ્કૂલ અને ઓલપાડ તાલુકાની 2 સ્કૂલને દંડ ફટકારી નોટિસ આપવામાં આવી. જ્યારે શહેરની 26 સ્કૂલોના સંચાલકોને ફાયર NOC મામલે નોટિસ ફટકારવામાં આવી. અને 24 સ્કૂલોના સંચાલકોએ સુરક્ષા મામલે ઉદાસીનતા દાખવતા દંડ કરાયો.  જે શાળાઓ ફાયર NOC ના મેળવે તો સ્કૂલની માન્યતા રદ કરવાની તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી.

આગના બનાવો વધતા તંત્રની કાર્યવાહી

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયમાં રાજ્યભરમાં ખાનગી એકમો તેમજ રહેણાંક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. અમદાવાદમાં હાલમાં સરદારનગરના અત્રેય ઓર્ચિડમાંમાં લાગેલ આગની ઘટનામાં લોકો જીવ બચાવવા ઉપરથી કુદી પડ્યા હતા. જ્યારે 52 વર્ષીય મહિલાનું આગમાં દાઝી જવાથી મોત નિપજયું હતું. એ ઉપરાંત ખોખરા વિસ્તારમાં પણ રહેણાંક ફલેટમાં આગ લાગી હતી. અને સુરતમાં પણ શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ દુર્ઘટનામાં 450 જેટલી દુકાનો બળીને ખાખ થતા મોટું આર્થિક નુકસાન થયું હતું. અને ગત મહિનાના અંતમાં સુરતમાં પાલનપુરના કોમર્શિયલ કોમ્પલેક્સમાં ભીષણ આગની દુર્ઘટના બનવા પામી હતી. આગના લાગવાના કારણોમાં મોટાભાગે શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે. અને આ બનાવોને પગલે ગુજરાત બોર્ડના આગામી શૈક્ષણિક સત્રને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષા પર ધ્યાન આપતા હાલમાં સુરતમાં શહેર અને ગ્રામ્ય સ્તરે ફાયર સેફ્ટીને લઈને તપાસ હાથ ધરતા બેદરકારી બદલ કેટલીક શાળાઓને દંડ અને નોટિસની કાર્યવાહી કરાઈ.

  • Follow us on: