સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી સતત મંદીને કારણે રત્નકલાકારોની સ્થિતિ ખૂબજ કફોડી બની છે. રત્ન કલાકારોએ પોતાની માગ સાથે તાજેતરમાં જ સુરત ખાતે એક રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ એચવીકે ઈન્ટરનેશનલ ડાયમંડના રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે. કંપનીએ ભાવ વધારો કરવાની બાંહેધરી આપ્યા બાદ પણ તેનો ઉકેલ નહીં આવતાં આજે 100 જેટલા રત્નકલાકારો હડતાળમાં જોડાશે.


કંપનીએ ભાવ વધારો કરવાની બાંહેધરી આપી હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના હીરા ઉદ્યોગમાં સતત ચાલી રહેલી મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.પૂરતો રોજગાર નહીં મળવાને કારણે રત્નકલાકારોની આજીવિકા પર અસર થઈ છે. શહેરના કતારગામ વિસ્તારમાં સ્થિત ગોતાલાવાડીની પેઢીમાં કામ કરતાં રત્નકલાકારોએ ભાવ નહીં મળવાને કાણે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. કંપનીએ ભાવ વધારો કરવાની બાંહેધરી આપી હતી પરંતુ તેનો અમલ નહીં થતાં રત્નકલાકારોએ પહેલી એપ્રિલે કંપનીને હડતાળની ચીમકી આપી હતી. તે છતાંય કંપનીએ ભાવવધારો નહીં કરતા રત્નકલાકારોએ આજે હડતાળ શરૂ કરી હતી.

એક ડાયમંડ તળિયાનો 16.50 રૂપિયાનો ભાવ મળે છે

રત્નકલાકારોને અત્યારે એક ડાયમંડ તળિયાનો 16.50 રૂપિયાનો ભાવ મળે છે. તેમની એવી માગ છે કે આ ભાવમાં વધારો કરવામાં આવે.કંપનીએ એક વખત બાંહેધરી નહીં આપતાં આજે એચવીકે કંપનીના રત્નકલાકારોએ હડતાળ શરૂ કરી હતી. આ હડતાળમાં 100 જેટલા રત્નકલાકારો જોડાયા હતાં. રત્નકલાકારોએ કહ્યું હતું કે, જો કંપની ભાવ વધારો નહીં આપે તો આ હડતાળ ચાલુ રાખવામાં આવશે.


  • Follow us on: