• સુરત એરપોર્ટનો વારો 2027- 28માં આવે એવી શકયતા
  • નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇન સ્કીમ અટકી પડી
  • સૌથી ઓછી કિંમત સુરત અને જોધપુર એરપોર્ટની આંકવામાં આવી હતી

કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા સુરત સહિતના એરપોર્ટનું ખાનગીકરણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ,ભુવનેશ્વર,વારાણસી,અમૃતસર, ત્રિરૂચિરાપલ્લી,ઇન્દોર, રાયપુર એરપોર્ટ 2021- 22માં ખાનગીકરણ કરવાનો લક્ષ્યાંક હતો તો સુરત, જોધપુર, નાગપુર, રાંચી, કાલિકટ, મદુરાઇ, પટનાનું ખાનગીકરણ 2023-24માં કરવાનો લક્ષ્યાંક હતો પરતું હજી સુધી આ ખાનગીકરણી પ્રકિયા શરૂ નથી થઈ,સુરત 301 કરોડ, રાંચી 708 કરોડ, અને જોધપુર 130 ની એસ્ટીમેટ કિંમત આંકવામાં આવી હતી.

ગુજરાતના બે એરપોર્ટનુ થશે ખાનગીકરણ

દેશના એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કેન્દ્ર સરકારની કવાયતની અસર આવનારા દિવસોમાં સુરતમાં પણ જોવા મળશે. વર્ષ 2025 સુધી દેશના 25 જેટલા એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યાદીમાં સુરત સહીત બે એરપોર્ટ ગુજરાતના છે. જેમાં સુરત શહેરને વર્ષ 2023માં તો વડોદરા એરપોર્ટને વર્ષ 2024ની પ્લાનિંગમાં રાખવામાં આવ્યું છે. સુરત અને વડોદરા એરપોર્ટનું ખાનગીકરણ થવાથી મુસાફરોને મળતી સુવિધામાં પણ વધારો થશે એ નક્કી છે.

સારી થશે મુસાફરોની સુવિધાઓ

કેન્દ્રના આ નિર્ણયથી હવાઈ મુસાફરી કરતા લોકો ખુબ ખુશ છે. તેમનું માનવું છે કે ખાનગી કંપનીઓ પાસે એરપોર્ટ જવાથી મુસાફરોની સુવિધાઓ વધવાની સાથે સરકારી કામકાજમાં ઢીલાશની સમસ્યા પણ હળવી થશે અને તેઓને વધુ સારી સગવડ મળશે. જોકે તેના માટે યુઝર ચાર્જમાં પણ બદલાવ આવશે. મુસાફરોનું માનવું છે કે જો સુવિધા સારી મળશે તો તેના બદલામાં આવા દરમાં થતા વધારો કોઈ મહત્વ નથી રાખતું.

એરપોર્ટનું સંચાલન,વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી

ઉલ્લેખનીય છે કે, દેશના છ એરપોર્ટના સંચાલન માટે ખાનગી કંપનીઓને સંસાલન સોંપવામાં આવ્યું છે. જેમાં દેશના અમદાવાદ, જયપુર, લખનઉ, મેંગલુરુ, થીરુવનંતપુરમ અને ગૌહાટી એરપોર્ટનું સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી PPP ધોરણે કરવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે, આનો સીધો જ ફાયદો હવાઈ મુસાફરો અને AAIને થશે. આ અંગે સરકારે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા જ કરવામાં આવે છે. વર્ષ 2006માં દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણની કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં વધુ બે એરપોર્ટનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે.


  • Follow us on: