સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. દેશભરમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયેલ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આઇસીઆઇસીઆઈ બેંકની મગોબ શાખામાં પૈસા ઉપાડવા માટે ગયેલા કારખાનેદાર પાસેથી સિફ્તાઈથી બે લાખ પડાવી ગયેલા ગઠીયાને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડયો. આ આરોપી સામે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના 56 ગુનોનો ભેદ ઉકેલી કાઢ્યા છે. અબ્બાસ સૈફૂદીન ઉકાણી ઉર્ફે રાજુ સિંદે ઉર્ફે દત્યાયત્રે સોનુ સિંદેને ઝડપવા પોલીસને સફળતા મળી છે.
દેશમાં ઠેરઠેર આચર્યા ગુના
આરોપી સોનુ સિંદે મધ્યપ્રદેશ, ગોવા, દિલ્હી, કલકતા, ચેન્નાઈ, મુંબઈ,જેવા શહેરોમા પોતે રઇસ હોય તથા મોટો વેપારી હોય તે રીતે જે તે બેંકની બહાર ઊભો રહેતો હતો. ઠગબાજ સોનુ એટલો ચાલક હતો કે તે જેનો શિકાર કરતો હોય તે વેપારીની તમામ વિગતોની પહેલેથી જાણકારી મેળવી લેતો હતો. તેમજ તે વેપારી સંસ્થાનના નાણાકીય હેરફેર કરતાં ઇસમની તમામ વિગતો પણ પહેલેથી જ જાણી લેતો હતો. ત્યાર બાદ તારા સાહેબ મને ઓળખે છે તેમ કહી કંપનીના કર્મચારી સાથે સંબંધ કેળવતો હતો.
આરોપીની કબૂલાત
કર્મચારી સાથે સંબંધ વધારી વેપારીની તમામ વિગતો મેળવ્યા બાદ તેને પોતાની જાળમાં ફસાવતો હતો. બાદમાં વેપારીને વિશ્વાસમા લઈને ઝાંસો આપતો હતો. તેની બોલવાની અદભૂત વાકછટાને કારણે તે કર્મચારીથી લઈને વેપારીઓને પણ પ્રભાવિત કરતો. આરોપી 49 ગુનામાં દેશભરમાં વોન્ટેડ બોલાય છે. જયારે 56 ગુના તેની સામે દાખલ થઇ ચૂક્યા છે. ઠગાઈ કરવામાં તેના સાગરીત મુકેશ પરમેશ્વર મેન પણ 42 ગુનાઓ આચર્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના થાણે મહાત્માફુલે વિસ્તારમાં બેંકમાં ઠગાઈ કરવા ગયેલા ત્યારે પોલીસ આવી જતાં પોલીસ પર ફોર વ્હીલ ચઢાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હોવાની પણ કબૂલાત કરી હતી. હરિદ્વારના આરોપી અબ્બાસે દેશભરમાં 56 ગુના કર્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશના આ ઠંગ ચોરને પકડવા સફળતા મળી છે. તેમા અબ તક છપ્પન જેટલા ગુના આ ચોર પર દાખલ થયેલા છે.