ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે રાજ્યના પોલીસવડાએ અસામાજિક તત્વોની યાદી બનાવવા માટે આદેશ આપ્યો હતો. જે અંતર્ગત સુરત પોલીસ એક્શનમાં આવી હતી અને એક જ દિવસમાં 17 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે.જેમાં વેપારીઓને છેતરનારા, ખંડણીખોરો અને બની બેઠેલા નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પીસીબીની ટીમે એક જ દિવસમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા 17 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓને ઝડપીને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં છે.


17 આરોપીઓને ઝડપીને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પોલીસ કમિશ્નરના આદેશ બાદ પીસીબીની ટીમે ગુનાહિત ઈતિહાસ ધરાવતા 17 આરોપીઓને ઝડપીને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસની આ કાર્યવાહીમાં આમ આદમી પાર્ટીમાંથી શહેરમાં વોર્ડ નંબર બેમાં ચૂંટાયેલા કોર્પોરેટર રાજેશ મોરડિયા અને ભાજપના સ્થાનિક નેતા બનીને ફરતા લલિત ડોંડા સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરી છે.

આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા

શહેરમાં આરટીઆઈ હેઠળ માહિતી માગીને ખંડણી માગનારા ત્રણ આરોપીઓ, કાપડ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા ચાર આરોપીઓ સહિત બે બુલટલેગરો સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને ઝડપી પાડીને પોલીસે રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા છે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યુ છે. શહેરમાં ગુનાખોરી આચરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અસામાજિક તત્વો અને ગુનેગારો સામે આકરી કાર્યવાહી શરૂ

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે અસામાજિક તત્વો અને ગુનેગારો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં અસામાજિક તત્વો પર લગામ રાખવા માટે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરત પોલીસની પીસીબીની ટીમે શહેરમાંથી એક જ દિવસમાં 17 ગુનેગારોને પકડીને તેમની સામે પાસાની કલમ લગાવીને કાર્યવાહી શરૂ કરી હતી. આ 17 શખ્સોને રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલી આપવામાં આવ્યા હતાં.


  • Follow us on: