સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી જ લાંબી લાઈન જોવા મળી. આ લાઈન દર્દીઓની નહીં પરંતુ અમરનાથા યાત્રા જવા માગતા શ્રધ્ધાળુઓની હતી. શહેરની સિવિલ હોસ્પિટલમાં લોકો આરોગ્ય પ્રમાણપત્ર મેળવવા લાઈનમાં ઉભા હતા. અમરનાથ યાત્રા પર જવા આરોગ્ય પ્રમાણપત્ર ફરજીયાત હોય છે અને એટલે જ સર્ટિફિકેટ હોસ્પિટલ બહાર વહેલી સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા હતા. ધીરે-ધીરે ભીડ એટલી બધી વધતી ગઈ. કયાંય સુધી હોસ્પિટલ સ્ટાફ દ્વારા દરવાજો ખોલવામાં ના આવતા બહાર ઉભેલા લોકોની ધીરજ ખૂટી અને તેઓ મેઈન ગેટનો દરવાજો તોડી નાખ્યો.
અરાજકતા સર્જાતા પોલીસ બોલાવી પડી













