- રોંગ સાઈડ જશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે: હર્ષ સંઘવી
- ગૃહ રાજ્યમંત્રીએ ટ્રાફિકને લઈ લોકોને સમજણ આપી
- છેલ્લા અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માતોની સંખ્યા ઘટી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે તેમના શહેર સુરતમાં પહોંચ્યા છે અને ત્યાં તેમને જાહેરમાં લોકોની અનેક સમસ્યાઓ સાંભળી અને ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે દિલ ખોલીને ફરિયાદ કરો, સાથે જ તેમને ટ્રાફિકને લઈ લોકોને સમજણ આપી અને કહ્યું કે ભૂલથી પણ રોંગ સાઈડ જતા નહીં, રોંગ સાઈડ જશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે અને હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે તથા કોઈ જ ભલામણ ચાલશે નહીં.
મને ફોન કરશો તો પણ પોલીસ છોડશે નહીં: હર્ષ સંઘવી
પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં અને મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં. મારી ઓફિસે પણ કોઈ ફોન કરશો નહીં, કારણ કે રોંગ સાઈડ પર જવામાં મોટુ જોખમ છે, એટલે ભૂલથી પણ રોંગ સાઈડની અંદર જઈને ચલણ ફડાવતા નહીં, રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે નિયમોના અમલથી એકસીડન્ટના કેસોમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માતોની સંખ્યા ઘટી છે અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે.
અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની
આનાથી મોટી સુરતીઓની કોઈ પ્રસિદ્ધિ ના કહી શકાય. સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે. અનેક લોકોને ટ્રાફિકના જુના મેમો આવ્યા છે અને તે મેમો તો ભરવા જ પડશે, મેં મારા ઘરની ગાડી પર મેમો ભરાવ્યો છે એટલે તેમાં કોઈ કારણ ચલાવી લેવામાં આવશે નહીં. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની છે. લાઈન ઓછી થાય ત્યારે મેમો ભરવા જઈ શકાય છે.