- સ્કૂલ વાનમાં નિયમ પાલન કરવા કડક સૂચના
- નિયમ મુજબ જ વિદ્યાર્થીઓ બેસાડવા સૂચના અપાઈ
- સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા 2 હજાર વાહનોમાં ખાનગી પાસિંગ
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત RTO એક્શન મોડમાં છે. જેમાં સ્કૂલ વાનમાં નિયમ પાલન કરવા કડક સૂચના છે. નિયમ મુજબ જ વિદ્યાર્થીઓ બેસાડવા સૂચના અપાઈ છે. તેમજ ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો ડિટેઈન કરાશે. સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા 2000 વાહનમાં ખાનગી પાસિંગ જોવા મળ્યું છે. તેમાં CNG ગેસ કીટની ફરજિયાત તપાસણી કરવામાં આવશે.
દબાણ કરાય તો નવા સત્રથી સ્થિતિ વણસવાના એંધાણ છે
દબાણ કરાય તો નવા સત્રથી સ્થિતિ વણસવાના એંધાણ છે. જેમાં 50 હજાર રૂપિયા ફી ભરીને ટેક્સી પાર્સિંગ કરાવવું પડશે. સ્કૂલ વાહનોમાં લગાવવામાં આવતી સીએનજી ગેસ કીટની ફરજિયાત તપાસણી કરવામાં આવશે. તથા સ્કૂલ વાનમાં નિયમ મુજબના જ વિદ્યાર્થીઓ બેસાડવા કડક સૂચના છે. તેમજ સ્કૂલ વાનમાં 12 વર્ષીથી નાની ઉંમરના હોય તેવા સિટિંગ કેપેસિટીથી બમણા વિદ્યાર્થી બેસી શકશે નહિ. જેમાં 12 વર્ષથી મોટી ઉંમરના હોય તેવા વિદ્યાર્થીઓ સિટિંગ એરેન્જમેન્ટ મુજબ જ બેસાડવા સૂચના છે. તથા ખાનગી સ્કૂલ વાહનનું ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો ડિટેઈન કરાશે. જેમાં સુરત આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
અંદાજે પચાસ હજાર રૂપિયા ફી ભરીને ટેક્ષી પાર્સિંગ કરાવવું પડે
સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા 2 હજાર વાહનોમાં ખાનગી પાસિંગ છે. તેમાં સંખ્યા મુદ્દે દબાણ કરાય તો નવા સત્રથી સ્થિતિ વણસવાના એંધાણ છે. હાલમાં સુરતમાં ચાર હજારથી વધુ વાહનો સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા છે. આ પૈકીના પચાસ ટકાથી વધુ વાહનો ખાનગી પાર્સિંગ ધરાવે છે. આ સંજોગોમાં મોટાપાયે વાહનોને પાર્સિંગ કરવા માટેની તૈયારી શરૂ કરવાની વાહન માલિકોને ફરજ પડી છે. ટેક્ષી પાર્સિંગ કરાવાની સાથે જ એક મહિનાનું ઈન્શ્યોરન્સ જ બે હજાર રૂપિયાથી વધુ આવે છે અને અંદાજે પચાસ હજાર રૂપિયા ફી ભરીને ટેક્ષી પાર્સિંગ કરાવવું પડે છે.