• પોલીસે સ્કૂલ કાર ચાલકની કરી ધરપકડ

  • પોલીસે વાલીઓને કરી ખાસ અપીલ અને કહ્યું વાલીઓ, શાળા સંચાલકોએ નિયમોનું પાલન કરવુ જોઈએ
  • પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જતા 6 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,વહેલી સવારે શાળાએ જતા સમયે ઈકો કારે પલટી મારી હતી. સામે રોડ પરથી સ્કૂલ વાન બસ આવતા કાર ચાલકે સ્ટેયરિગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારે હવે પોલીસે આ મામલે સ્કૂલ વાનચાલકની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે વાલીઓને કરી અપીલ

સુરત જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતના અન્ય પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સ્થળનું નિરીક્ષણ કર્યુ છે અને પોલીસે વાલીઓને અપીલ કરી છે કે અધિકૃત વાહનોમાં બાળકોને શાળાએ મોકલો, અધિકૃત વાહનોમાં જ પોતાના બાળકોને બેસાડો અને ક્ષમતા કરતા વધુ બાળકો ભર્યા હોય તો બાળકોને વાહનમાં ના બેસાડવા જોઈએ. વાલીઓ, શાળા સંચાલકોએ પણ નિયમોનું પાલન કરવુ જોઈએ.

બાળકો થયા હતા ઈજાગ્રસ્ત

ઇકો કારમાં સવાર વિધાર્થીઓ પૈકી 6 બાળકોને ઈજા થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડયા હતા,કારમાં કુલ 9 જેટલા બાળકો સવાર હતા.કાર પલ્ટી જવાના CCTV ફૂટેજ આવ્યા હતા.કીમ પોલીસ એ CCTV ફૂટેજ આધારે તપાસ હાથધરી છે,અને કારના ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ હાથધરી છે.

વડોદરામાં સ્કૂલવાનમાંથી બાળકો પડયાની ઘટના બની હતી

વડોદરામાં સ્કૂલ વાન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વડોદરા ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતુ હકીકતે તો સ્થિતી કંઇ અલગ જ છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયામાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો હતો. જેમાં સ્કૂલ વાનમાં જતા બાળકો દરવાજો ખુલી જતા ખરાબ રીતે બહાર પડયા હતા. તેમની સાથે સ્કૂ


  • Follow us on: