સુરત શહેરમાંથી સમગ્ર શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી ભાવના ખટીકને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરવામાં આવતાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાના પરિવાજનો આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે શિક્ષણ વિભાગના વર્ગ 2ના 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા બે દિવસની તપાસ બાદ રિપોર્ટ સબમીટ કર્યો છે, જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થિનીએ ફીને લઇને નહી પરંતુ પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યું છે. આ રિપોર્ટને જોતાં લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શાળાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે પણ તપાસની ખાતરી આપી હતી પણ તેમણે પણ હકિકત સામે બહાર લાવવાના પ્રયાસ કર્યા હોય તેવું લાગતું નથી. કદાચ એટલે જ ડીડીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપી ટીમ બનાવી દીધી કે જેથી સમગ્ર મામલા પર ઠંડુ પાણી રેડી શકાય.













