છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. તો કામ અને પગાર વધારા માટે રત્નકલાકાર છેલ્લા બે દિવસ થી હડતાલ કરી છે ત્યારે સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ રત્નકલાકારોની વ્હારે આવ્યું છે. હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્નકલાકાર રોજગાર વિહોણા હોવાથી ટેક્સટાઈલમાં 1લાખથી વધુ કારીગરની જરૂર હોવાથી ટેક્સટાઈલ માર્કેટ હવે 25થી 45 હજારના પગારમાં રત્નકલાકારને નોકરી માટે રાખશે.
હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.તો રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રાત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં રત્નકલાકારોની વ્હારે ટેક્સટાઈલ માર્કેટ આવ્યું છે. હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્નકલાકારોની રોજગારી છીનવાઇ ગઇ છે તેવામાં ટેક્સટાઈલમાં 1 લાખથી વધુ કારીગરની જરૂર છે જેને લઇ રત્નકલાકારોને ટેક્સટાઈલ માર્કેટમાં 25થી 45 હજારના પગારમાં રત્નકલાકારને રાખશે.
સુરતમાં રત્નકલાકારોની વ્હારે ટેક્સટાઈલ માર્કેટ
- હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્નકલાકાર બેકાર
- 25થી 45 હજારના પગારમાં રત્નકલાકારને રાખશે
- ટેક્સટાઈલમાં 1લાખથી વધુ કારીગરની જરૂર
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલી રહેલી મંદી વૈશ્વિક મંદીને હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે, જેમાં ગુજરાતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી વૈશ્વિક મંદીના કારણે હીરાના કારખાનાઓ બંધ કરી દેતા લાખો રત્નકલાકારો રોજગારી વિહોણા બન્યા છે, અનેક રત્નકલાકારો આવી સ્થિતિમાં અન્ય જગ્યાએ કામે લાગી ગયા છે, તો સેંકડો એવા યુવાનો છે, કે જેમણે હીરા સિવાય અત્યાર સુધી કાઈ કામ ન કર્યું હોય એવા રત્નકલાકારો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે, આવા રત્નકલાકારોના પરિવાર પણ મોંઘવારીના સમયમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે, લાખોની સંખ્યામાં રત્નકલાકારો હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે, પરંતુ કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની ગઈ છે, ત્યારે આવા રત્નકલાકારોના પરિવાર ને સહાયરૂપ બનવા સુરતની ટેક્સટાઈલ માર્કેટ વહારે આવી છે. હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્નકલાકાર રોજગાર વિહોણા હોવાથી ટેક્સટાઈલમાં 1લાખથી વધુ કારીગરની જરૂર હોવાથી ટેક્સટાઈલ માર્કેટ હવે 25થી 45 હજારના પગારમાં રત્નકલાકારને નોકરી માટે રાખશે.