હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી ચાલી રહી છે મંદીમાં અનેક રત્નકલાકાર બેકાર બન્યા છે. ત્યારે હવે રત્નકલાકાર આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધી 73થી વધુ રત્નકલાકારએ આર્થિક તંગીના કારણે જીવન ટૂંકાવ્યું છે ત્યારે રત્નકલાકારના હિતમાં કામ કરતી સંસ્થાઓએ બેકાર બનેલા રત્નકલાકારનો સર્વે કરી તેમને આર્થિક મદદની માંગ કરી છે
રત્નકલાકારે કરી આત્મહત્યા
હીરામાં ભયંકર મંદી ચાલી રહી છે ત્યારે વરાછા વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે રત્નકલાકારોએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે વરાછા પરિમલ સોસાયટી ખાતે રહેતો 25 વર્ષીય હિતેશ મણીલાલ નંદવાણા હીરાના કારખાનામાં કામ કરતો હતો. હાલ છેલ્લા એક મહિનાથી કામ છુટી જતા બેરોજગાર હતો.બેરોજગારીના કારણે હિતેશ આર્થિક તંગીથી કંટાળ્યો હતો.આ દરમિયાન ચિંતા અને આર્થિક તંગીના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.તેઓ છેલ્લા 7 વર્ષથી સુરતની કિરણ જેમ્સમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા પણ તેમને મંદીના કારણે છુટા કરી દેવામાં આવ્યા હતા. તેથી તે સતત તણાવમાં રહેતા હતા
વરાછા હીરાબાગ વિઠ્ઠલનગર ખાતે રહેતા 38 વર્ષીય મૌલીકભાઈ ભીખાભાઈ પટેલ અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. જોકે કામ છુટી જતા તેઓ છેલ્લા 7 મહિનાથી બેરોજગાર હતા. આ કારણે મૌલીકભાઈએ મંગળવારે રાત્રે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
મુખ્યમંત્રીની કમિટી બન્યા બાદ પણ બે મહિનામાં 11 આપઘાત
હીરાની મંદીમાં રત્નકલાકારોને મદદરૂપ થઈ શકે તે માટે બે મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ એક કમિટી બનાવી હતી. આ કમિટી બન્યા બાદ પણ છેલ્લા બે મહિનામાં જ 11 રત્ના કલાકારોએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યા છે. જેમાં કતારગામ ખાતે રહેતા વિપુલ દેવગણીયાએ પરિવાર સાથે કામરેજ ખાતે ગલતેશ્વર પાસે તાપી નદીમાં આપઘાત કર્યો હતો. આ આપઘાતમાં તેના માસૂમ બાળક 12 વર્ષીય વ્રજનું પણ મોત થયું હતું. સરકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને રત્નકલાકારો માટે ગંભીરતાથી વિચારવાની જરૂર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે 1.4 વર્ષમાં 71 રત્ન કલાકારોએ આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યા છે. અને એક વર્ષ માં 57 લોકોએ આપઘાત કર્યા છે. હીરા બજારની સ્થિતિ અને રત્નકલાકારો માટે સરકારે ગંભીરતાથી કોઈ પગલા લેવાની જરૂર છે.